"ઈશ્વર કેવો અદભુત છે તારો ચમત્કાર!"
"ઈશ્વર કેવો અદભુત છે તારો ચમત્કાર!"
હે ઈશ્વર કેવો અદભુત છે તારો ચમત્કાર!
હું સાચા દિલથી કરું છું તને નમસ્કાર.
કેવી અદ્ભૂત ધરા સર્જી, આપ્યા ફળફૂલ!
તારલાઓની ટોળકી સાથે કેવું સોહાય મજાનું અંબર!
સવારે સૂરજ સોનેરી કિરણો લાવે મજાનાં,
તું તો છે સવાર અને સંધ્યામાં રંગો પૂરનાર.!
ગુનાહ કરે તો પણ, તું તેની દુઆ કબૂલ કરે,
દરેકનાં ગુનાહોની પણ તું છે માફી આપનાર!
સાચાંની તો તું વારંવાર કસોટી કરે છે,
સબર કરનારનાં દુઃખોનો તું છે હરનાર!
ખોટા ,કાળા કર્મોને કરનાર ને તું સજા આપે,
તું તો છે કર્મોનો બરાબર હિસાબ રાખનાર!
ભલે કોઈ સાત પાતાળ સંતાઈ ને કર્મો કરે,
તોયે તું સજા આપે,તું બધાનો રાજદાર !
હે ઈશ્વર કેવો અદભુત કેવો આહ્લાદક તારો ચમત્કાર!
શબ્દોમાં વર્ણન નાં કરી શકે, ભલે ને ગમે તેવો હોય હોશિયાર!