"જાણે તું મોગરાની કોઈ કળી છે!"
"જાણે તું મોગરાની કોઈ કળી છે!"
કુદરતની કરામતને મે કળી છે,
જોને ફૂલોમાં કેવી સુગંધ ભળી છે!
વરસાદી મૌસમની જેમ તારો હૂંફાળો સ્પર્શ ભીંજવી ગયો,
જાણે તું તો મોગરાની કોઈ કળી છે.!
દિલનું ઘોર અંધારું તારા પગલે દૂર થાય,
જોને તારા આગમને જિંદગી ઝળહળી છે!
જોને તારો સંગ જાણે જાદુઈ ચિરાગ!
તારા સંગે જાણે બધી બલાઓ મારી ટળી છે!
તારા મિલને જન્નતનો અહેસાસ થાય મને,
તારા મિલનની આશ મારા હૈયે સળવળી છે.
ઉદાસીને જાણે દુશ્મનાવટ થઈ ગઈ મારી સાથે!
જ્યારથી તું જીવનમાં આવીને મને મળી છે.
નિષ્ફળતા એ તો હાર કબૂલી લીધી મારાથી,
જોને તારા સંગાથે સફળતા મારા તરફ વળી છે!