Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

heena sinroja

Romance Inspirational

5  

heena sinroja

Romance Inspirational

વરસાદ વરસી જાશે

વરસાદ વરસી જાશે

1 min
661


મન ભરાઈ જાશે જો વરસાદ વરસી જાશે !

આજ તું મને કહી શકશે, ને વરસાદ વરસી જાશે,


મન ભરીને કરશું ગોષ્ઠિ આપણે પણ જોજે,

વાદળ ગરજશે ગગનમાં, ને પછી વરસાદ વરસી જાશે !


પલળશે હૈયે હૈયાં સઘળાં એકબીજાં સાથે,

સંધ્યા ખીલશે ગુલાબી જ્યારે વરસાદ વરસી જાશે,


આવો "રવિવાર" પણ હશે ભર ચોમાસે જો !

તું શરમાઈ પણ જાશે, ને વરસાદ વરસી જાશે !


 ઉમળ-ઘૂમળ રહ્યું છે વાદળનું કામ બસ,

ક્યારેક એમ થાય; લઉં નિસરણી ત્યાં વરસાદ વરસી જાશે,


વણઉકેલ્યા કથનને મળી જાશે ઓપ એકાદ,

આવાં માહોલમાં જ જોજે તું વરસાદ વરસી જાશે !


રહી છે વર્ષોથી તમન્ના પલળવાની "હીના";

સાંજ થાશે, ને વ્યાકુળ વ્યોમ સંગ વરસાદ વરસી જાશે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance