અફસોસ નથી
અફસોસ નથી
લાગણી છે; વહેતો ધોધ નથી !
મારૂં હૃદય છે, કોઈ અફસોસ નથી.
કોઈ વિક્ષેપ નથી, કે કોઈ દુ:ખ પણ નથી !
સાવ નિખાલસ વાતથી કદી કોઈ ખસતું નથી !
જિંદગીની રમત~રમતમાં શીખી રહ્યાં છે સહુ આંખ મિચોલી,
સાદી હોય કે થોડી અટપટી, પણ લાગણીથી કોઈ રડતું નથી,
મૂકામ છે આ બધાં દિલ સુધી પહોંચતાં,
વિચારોની વાટાઘાટોથી ક્યારેય કોઈ હસતું કેમ નથી ?
આવતાં જ રહે છે અવાર~નવાર વારે તહેવારો તો ઘણાં બધાં !
આ બધી સુખાકારીમાં કોઈ છોછ નથી !
કહે છે; "લાગણીનાં દરિયામાં ડૂબી જવું છે",
યાર ! દોસ્ત મારાં ! એકવાર સાથે બેસીએ તો કોઈ અસ્ત નથી.
ચાખેલાં છે એણે પણ પાણી આંખોનાં "ખારાં",
આવી લાગણીનાં કોઈ દિવસ લાગ્યાં નથી મૂલ્ય "હીના".