હિંડોળો
હિંડોળો


હળવેકથી હિંચકયા હિંચકે માને હૈયે શિશુ વયે
હાથ ફેરવી ભાલ પાર હાલરડાં ગાયા લયે લયે
પારણીયે પોઢાડી જનની સ્પર્શથી જોયા ખ્વાબ
સંગીત સૂર રેલાવી સ્વપ્ન સાકાર એજ જવાબ
ઝૂલો ઝુલાવી રમ્યા ઝાડ પર આંબલી પીપળી
ભેરુબંધ સંગ સંભળાવી પીપુડી કૂણીસી કુંપળી
બન્યા દાદા દાદીના વ્યાસપીઠ હિંડોળા ખાટ
મોર પોપટ ચક્કા ચક્કીની વાર્તા હિંચકી પાટ
સજળ સંખેડા હિંડોળે ઝૂલ્યા રાજ્ય ધર્મ નેતા
વાંચ્યા વળી સાચાખોટા વેદ બની અભિનેતા
ઝૂલે રમાડ્યા પિતાએ બતાવી અટપટી સૃષ્ટિ
કરી કવાયત અંગની ખોલી દઈ વિશાલ દ્રષ્ટિ
બન્યું મન પ્રફુલ્લિત સાંજ સવાર ખાઈ હિંચકા
આરામ કરતા ઉતાર્યો થાક ચડ્યા ઝોલે ડચકા
હળવેકથી હિંચકયા હિંચકે માને હૈયે શિશુ વયે
સ્મરણ રહ્યા હિંડોળા હિંચકે ગાતા સ્વજન ગયે.