રુદન
રુદન
જયાં મેં રડવાની શરૂઆત કરી હશે
ત્યારે દશા એવી તારી પણ થઈ હશે
તૃષ્ણા જાગી હશે જોવાની તકદીરને
હસ્તરેખાઓ મારી ત્યાં આછી થઈ હશે
વાત સાંભળી સમેટી દેવાની તારા મુખે
હૈયાની વેદનાઓ ત્યાં ખાલી થઈ હશે
થશે એમ હૈયે કે હીંચકે હિચીસ સંગ તારે
ત્યારે જ ડાળીઓ ઝાડથી જુદી થઈ હશે
લાવ હું તારી લાગણીના વહેંણમાં ભીંજાઉ
ત્યાં તો એ ઝાકળ બનીને ઉડી ગઈ હશે
જયાં મેં રડવાની શરૂઆત કરી હશે
ત્યારે દશા એવી તારી પણ થઈ હશે
