આ વિરહની એ વેદના
આ વિરહની એ વેદના
1 min
615
આ વિરહની એ વેદનાઓ કયા સુધી,
અંધારી એ રાત પુરી થાય ત્યાં સુધી.
સમણાઓ પણ સંગાથ મૂકી દે જ્યાં,
સુતેલી એ ઊર્મિઓ જાગે ત્યાં સુધી.
મોંઘેરી મહેલાતો ઓચિંતી હેઠી પડે,
સાચવે સૌને એને તૂટે ના ત્યાં સુધી.
માળાઓ પણ વિખેરાઈ જાય એક'દી,
હસતા રહે પારેવા ભેળા રહે ત્યાં સુંધી.
માનવી નથી છોડતો માનવીને પણ ક્યાંય,
જીવે છે બધા આશાઓ રહે ત્યાં સુધી.
