Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra Rathod

Others

4  

Mahendra Rathod

Others

ભીડ

ભીડ

1 min
379


બજારની ઉભરાતી ભીડમાં સ્પર્શીને કોઈ નીકળી ગયું

જાણે ધબકારાની બે ક્ષણો વચ્ચેથી કોઈ નીકળી ગયું


થંભી ગયાં પગલાંને આ વિહવળ હૃદય બેબાકળુ થયું

વર્ષોથી ભૂલયેલું એ જ ઉપવન અહી ફરીથી ઉભુ થયું


પાંપણ પર લહેરાતી લટ એની ને કીકીઓ કામણગારી

એના સ્મિતમાં રેલાતું ઝરણું આ ભીડ વચ્ચેથી વહી ગયું


રંગબેરંગી આ ભીડની વચ્ચે મને એક જ રંગ દેખાતો'તો

કોરી ધાક્કોર આ દુનિયા મારી કોઈ પીંછીથી રંગી ગયું


ક્ષણો વહી રહી હતી ને આ ભીડને પણ વિખરાવું હતું

અજવાળું જે થયું ઓચિંતું ત્યાં ફરી અંધારું થઈ ગયું !


Rate this content
Log in