STORYMIRROR

Mahendra Rathod

Inspirational

3  

Mahendra Rathod

Inspirational

મિત્રોનું બજાર

મિત્રોનું બજાર

1 min
215

હું ફર્યા કરું છું કાયમ મારા મિત્રોના બજારમાં 

કારણકે અહીંં બધું જ વહેંચાય છે વગર ભાવમાં,


નથી ગોઠવવા પડતા શબ્દોને મારે અહીં કોઈ વાતમાં

ગમે તેમ બોલાય તોય બધું સમજાય છે મીઠાશમાં,


દુનિયાદારી કોને કહેવાય એવું ક્યાંય નથી દિમાગમાં

અહીંંયા તો લાગણીઓ વવાય છે હૈયાની ભીનાશમાં,


નથી વિચારવું પડતું કઈ કદી મિત્રતાની મોકળાશમાં

દુનિયાના દુઃખોને પણ અહીં લેવાય છે હળવાશમાં,


હું વિચારું ને એને સમજાય જાય મારા દર્દની વાતો

એટલે જ મને લાગે છે મીઠાશ કાયમ એની કડવાશમાં,


આ કોઈ દુનિયા સ્વપ્નોની નથી છે કહાની હકીકતની

આભાસ નથી થતો મને અંધકારનો મિત્રતાના ઉજાસમાં,


ભૂલોને ભૂલીને જીવવું છે મારા મિત્રોના સ્વભાવમાં

એટલે જ હું ફર્યા કરું છું કાયમ મારા મિત્રોના બજારમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational