STORYMIRROR

KAJAL Shah

Abstract

4  

KAJAL Shah

Abstract

કરામત

કરામત

1 min
310

પ્રકૃતિએ આજે મૂકી માઝા,

મુજ મૂક શબ્દોને મળી વાચા,

કરામતો કુદરતની બસ નિરખ્યા કરું,

નિસર્ગરાજા કરે કમાલ ઝાઝા,


ડુંગરા, વૃક્ષો ને નદીઓનો ઝણકાર,

આજ છે ધરતીનાં સાચા શણગાર, 

મુજ મન કેવું હિલોળે ચઢ્યું જુઓ,

મધુર સંગીત છેડે ખગોનો રણકાર,


હરિયાળી ચૂંદડી ઓઢે ધરા,

એમાં નભે સોનેરી ટપકાં કર્યા,

પાલવે મોરલાએ ટહૂકા ચિતર્યા,

ને પુષ્પોનાં અત્તરથી મહેકી ધરા,


સ્પર્શે એ શીતલ સમીરની લહેરખીયું,

જાણે કે પ્રીતમની મખમલી આંગળિયું,

એમાંય ઉષ્મા ભર્યા રવિ કિરણો,

જાણે પિયુનાં બાહુપાશની સાંકળિયું,


પ્રકૃતિની ગોદ મને એવી ભાસે,

જાણે માતાની ગોદમાં બાળક રાજે,

કરામતો કુદરતની નિહાળું જયારે,

પ્રકૃતિ સ્વયં ઈશ્વરની પ્રતિકૃતિ ભાસે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract