ઉપકારી માવતર
ઉપકારી માવતર
મા મારી વ્હાલપની વેલડી,
પિતા મારાં ઘેઘુર વડલો,
એકે આપ્યાં શ્વાસ અને,
એકે ભરપૂર છાંયડો.
લાગણીનું લોહી રેડી,
ને પ્રેમનું પોષણ કરી
માળી સમ માવજત કરી,
અમ જીવનમાં સુગંધ ભરી.
સંસ્કારોની કેડીએ ચલાવ્યાં,
ભણતર સહીત ગણતર કરાવ્યાં,
કુમ્ભકાર બની અમ જીવનનાં,
કેવા શાલીન ઘડતર કરાવ્યાં.
દેવ ને દૈવે પણ કદીક હાથ છોડ્યો,
માવતરે તોય કદી ના સાથ છોડ્યો,
નિસ્વાર્થ મૂરત માતપિતા તણી દેખી,
ઈશ્વર પણ સ્વયં નતમસ્તક થયો.
