STORYMIRROR

KAJAL Shah

Abstract

4  

KAJAL Shah

Abstract

અંતરમન

અંતરમન

1 min
338

અદ્રશ્ય આ માનવમન દરિયે કેટકેટલું ઘોળાતું,

વિશાળમન તળિયેથી એક, અંતરમન ડોકાતું.


સારું નરસું કદી ભૂલી જાયે,

મનની દ્વિધા મરકટ થાયે,

બંધ આંખે એ અંતરમન, સત્યજ્યોત પ્રગટાવતું,

મનનાં તળિયેથી એક, અંતરમન ડોકાતું.


તનની સુંદરતાથી સહુ રીઝે,

અંતરમનને કોણ અહીં પૂછે ?

ભાવ રૂપી મોતી ન મળતાં, કેટકેટલું ઘૂંટાતું,

મનનાં તળિયેથી એક, અંતરમન ડોકાતું.


જીવનનાં રસ્તા વાંકાચૂંકા,

કદી કસોટીના મેરુ, કદી અગન પારખાં,

અંતરમન એવું સાચું સોનુ, તપી જીવન શણગારતું,

મનનાં તળિયેથી એક, અંતરમન ડોકાતું.


કદી રામ તો કદી રાવણ ચિતરાય,

માનવી મસ્તિષ્કથી ઘણો હંફાય,

અંતરમનનો શંખ બજાવી, જીવન મોરચે જીતાતું,

મનનાં તળિયેથી એક, અંતરમન ડોકાતું.


અંતરમન કહો કે કહો આતમ,

એ જ ચેતન ને એ જ પરમાતમ,

નાદ એનો નીત સાંભળી, જીવન મંદિર થાતું,

મનનાં તળિયેથી એક, અંતરમન ડોકાતું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract