યાદ છે તને
યાદ છે તને
યાદ છે તને નીચે ઢોલિયો
અને માથે તારલા મઢી છત,
યાદ છે તને
ફળિયાંનો આંબો અને
ઓસરીની ઓથ,
યાદ આવ્યાં કે ?
વડની વડવાઈઓ અને
ત્યાં ઝૂલતું ભોળપણ,
યાદ તો હોવાં જ જોઈએ
સગડીનો મીઠો રોટલો અને
વાતોડીયો એ ઓટલો,
જરા યાદ તો કર
ઝાકળે નહાતું પ્રભાત અને
માટીનો મઘમઘાટ,
જો યાદ હોય તો 'આવજે'
ઓ પરદેશી ! બોલાવે તને
તારા ગામનું પાદર.
જો યાદ હોય તો 'આવજે'
