એકાકાર
એકાકાર
મુજ શીર્ષ કાજ તુજ ખંધનો આધાર ચાહું છું,
હા એટલો બસ તુજ ઉપર અધિકાર ચાહું છું,
નેણો મહીં તારા છલકતો હોય જો સાગર
મુજ અશ્રુ કાજે એ મહીં મઝધાર ચાહું છું,
છે સાચવી મુજ પ્રાણમાં તુજ શ્વાસની સુગંધ
તુજ હાર્દ લયમાં મુજ તણો ધબકાર ચાહું છું,
પાગલ બની પતંગિયું જ્યોતમાં જેમ ઝળહળે,
તુજ અંતરે મુજ કાજ, એક ઝબકાર ચાહું છું,
ઈશનાં ચરણે ચઢી ઇતરાય તૂટેલ પુષ્પ પણ
તુજમાં પરોવી જાત એકાકાર ચાહું છું.
