ઓજસ
ઓજસ
1 min
393
હું તો હતી અજ્ઞાન રૂપી તમસ,
ગુરુ તમે પાથર્યું જ્ઞાનનું ઓજસ,
મુજ વ્યક્તિત્વનાં છો આપ શિલ્પકાર,
આપણે ઈશ્વર કહું કે કહું કલાકાર,
જીવનનો આપ્યો તમે સાચો મર્મ,
સદા કરવાં પ્રેર્યા અમોને શુદ્ધ કર્મ,
ગુરુજી આપ તો ઈશ્વરનાં ટપાલી,
પ્રભુ રહે અમને દોર્યા થામી અંગુલી,
અનરાધાર વરસે આપની આંખો કેરા અમી,
સંસારરૂપી દાવાનળ પળમાં જાશે શમી,
આશિષ કાજે ઊઠતાં રહે આપણા કેરકમલ,
હોંશે હોંશે કરીએ આપની આજ્ઞાનો અમલ,
મુજ મનમંદિરનો આપ ઝળહળતો દીવો,
મારા વ્હાલા ગુરુ આપ ઘણું ઘણું જીવો.