દીકરી
દીકરી
1 min
429
સૂર્યનું પહેલું કિરણ છે દીકરી
સુખનો કોમળ ઉજાસ છે દીકરી,
હૃદિયાની ઠંડક ને આંખોનું અમી,
અષાઢી પહેલો વરસાદ છે દીકરી,
નિરંતર વહેતી એ વ્હાલની સરિતા,
લાગણીનો સુખદ આવાસ છે દીકરી,
એના અંતરે ઘરબાયો સ્નેહનો કૂબો,
નિર્મળ પ્રેમનું ઉગમ સ્થાન છે દીકરી,
પિયર એનું હૃદય ને સાસરું એના શ્વાસ,
બે બે કુળની દિપિકા સમાન છે દીકરી,
માતાનો પડછાયો ને પિતાનું ગૌરવ,
હરતો ફરતો તાજમહાલ છે દીકરી,
સરસ્વતી, અંબિકા કે અન્નપૂર્ણા કહું,
ગુણરત્નો ભરેલી ખાણ છે દીકરી,
જેને માથે હોય ઈશ્વરનાં બંને હાથ,
એને જ મળે ઈશનાં પ્રસાદરૂપી દીકરી.