ચાંદ સૂરજનું સ્થાન
ચાંદ સૂરજનું સ્થાન
શીતળ છાયા શશીની, આગ ઓકતો સૂરજ,
ઉતાવળથી કામ બગડશે, રાખવી પડે છે ધીરજ,
શીતળતાની લાગણી પ્રિય લાગતી,
ગુસ્સો, નફરતથી સંબંધોમાં તિરાડ પડતી,
અંધારામાં અજવાળા સમ શોભે શશિધર
દુનિયા પર પ્રભાવ જેનો ઉષ્ણ સ્વભાવે ભાસ્કર,
પરિક્રમા કરે આસપાસ જેથી પૃથ્વી લાગે સોહામણી,
સોળે કળાએ શોભતો ચંદ્ર તુજવીન રાત ડરામણી,
પૂનમ અમાસના ખેલ નિરાળા વિરોધી ભાવ દેખાવે,
એક તું સૂરજ વિના ભેદભાવ સમાનતા દર્શાવે,
સૃષ્ટીનું સૌંદર્ય પ્રતિક બની ગગને રાતની ચાંદની,
અસ્તિત્વ જ શું આ જગતનું ભલે આગ દેખાણી,
તપતો સ્વભાવ કેમ ધર્યો એ કોઈ ન શક્યું જાણી,
ઘસવું પડતું જીવન જેના મીઠો ભાવ ને વાણી,
મધુર વાણીના આશિક સૌ લૂચ્ચો ભાવ ન દેખે,
રાગ ગુસ્સો કરતા ક્યારેક મનમાં મેલ ન રાખે.