STORYMIRROR

Minakshi Jagtap

Abstract Tragedy

4  

Minakshi Jagtap

Abstract Tragedy

રંગમંચ

રંગમંચ

1 min
243

રંગમંચ છે જીવન સૌનું

અવનવા ખેલ રમતા રે,

મહોરું પહેરી નિતનવા અહીં

ભાવ હૃદયથી ખેલે રે,


કોઈ શરીરે મહાકાય ભૈ

કોઈ લથડતા થરથરે,

કોઈ તવંગર સુટ બૂટમાં 

કોઈ ભિખારી વેશ ધરે,


ઈશ્વરના રંગ બે જ નિરાળા

એક ગોરો એક કાળો રે,

સરડો બદલે રંગ અનેરા

પ્રભુ માનવી શીખ્યો રે,


ચહેરો જોતાં ખુશ દેખાતો

દિલમાં ભડભડ સળગે રે,

દુઃખમાં ઠાલે આંસુડા જે

પીઠમાં છુરો ભોંકે રે,


નાજુક નમણી તનની શોભા

દિલમાં પથરા ભર્યાં રે,

દોડ લગાવી સસલું પહોંચે

સંબંધોથી હાર્યા રે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract