મિત્ર મીઠી હોય વેલરી
મિત્ર મીઠી હોય વેલરી
મિત્ર મીઠી વેલરી, મિત્ર સાચો સ્વજન ગણાય
મળે જો સાચો મિત્ર જગમાં થાય બેડોપાર,
જોઈ વિચારી કરીએ મિત્રતા પારકા સંગાથ
સંગ એવો રંગ નીપજે, મિત્ર કરો જોઈ સંસ્કાર,
વિપત પડે ને દોડતો આવે, વિના કરે કોઈ સાદ
એવો ભેરુ સદા શોઘીએ, જીવનભર આવે કામ,
ભીડ પડે ને ભેગો રહે, પીઠ ન દેખાડે ઈ લગાર
મરદ આખો ને સ્નેહી સાચો, મિત્ર શોધો સદાય,
સુખમાં ભલે છેટો રહે, દુઃખમાં દેતો સદા સાથ
' રાજ ' સદા આદર કરો, મિત્ર આપે સુખ અપાર.