Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Vrajlal Sapovadia

Abstract Others Children

4.5  

Vrajlal Sapovadia

Abstract Others Children

નક્ષત્ર

નક્ષત્ર

1 min
60


વ્યોમમાં રાતે કોણે પુરી આ રંગોળી?

તારલિયામાં રજત તેજ ઘોળી ઘોળી,

 

ઝૂમખે મઢયા તારલા હાથ જોડી જોડી,

નક્ષત્ર સોહામણા અંતરાલ તોડી તોડી,


આથડતો આથમણે ફરતો સિતારા પુંજ,

તરતો તારલિયાનો તારામંડળનો કુંજ,


મૃગશીર્ષ વૃશ્ચિક ને પારઘી સર્જે છે ઋક્ષ,

અશ્વિની આદ્રા હસ્ત ને ક્યાંક વળી વૃક્ષ,


ચિત્રા વિશાખા આકાશમાં રાચતા શ્રુતિ,

રેલાવતી તેજ ફરતી ઘૂમતી રંગીન કૃતિ,


વ્યોમમાં રાતે કોણે પુરી આ રંગોળી ?

સોનેરી નભ સજ્યું રંગ ચોળી ચોળી.


Rate this content
Log in

More gujarati poem from Vrajlal Sapovadia

Similar gujarati poem from Abstract