હેમંત ઋતુ
હેમંત ઋતુ
બુઝાયા દિપક દિવાળીના ને હેમંત લાવી,
સ્વચ્છ નભ પૂણી વાદળને રૂપેરી કોર વાવી,
ફૂલ ગુલાબી શીત વહે અંબર નૂતન સમીર,
દીસે પૂર્વમાં પ્રભાતે રવિ તેજ ઉજળું ખમીર,
લહેરાયા ખેતરો લીલા ભર્યા ધાન ગાભમાં,
ઊડે વળી શ્વેત વાદળી ક્યાંક કોરા આભમાં,
લીલાછમ પર્ણ છવાયા વનરાજિ વૃક્ષ વેલી,
જોઈને શિશુ શેલડી ચૂસતા થઈ શ્રુષ્ટિ ઘેલી,
હેમંત ને શિશિર સંતાન કુલદીપક શિયાળો,
ભ્રમણ કરતા ઋતુ ચક્ર સામે છે ઓશિયાળો,
બુઝાયા દિપક દિવાળીના ને હેમંત લાવી,
હેમંત ગઈ ને શીત વાયુ વાયે શિશિર આવી.