આવ દોસ્ત
આવ દોસ્ત


અમરફળીના અભિશાપથી પીડાયને
જન્મારાઓ વેઠયા કરવાનું,
સદીઓથી અટકી પડેલી
બે ચાર ક્ષણો,
વચ્ચે
અટવાતી જિંદગીને
જીવ્યા કરવાનું.
આ શાશ્વત નીરવતા
અગાધ મૌન
અમાસી અંધકારને
આકાશી અનંતતા વચ્ચે,
એક તારો બનીને
આવ દોસ્ત,
એકલતાનો
ભાર
ખંખેરવા.
અમરફળીના અભિશાપથી પીડાયને
જન્મારાઓ વેઠયા કરવાનું,
સદીઓથી અટકી પડેલી
બે ચાર ક્ષણો,
વચ્ચે
અટવાતી જિંદગીને
જીવ્યા કરવાનું.
આ શાશ્વત નીરવતા
અગાધ મૌન
અમાસી અંધકારને
આકાશી અનંતતા વચ્ચે,
એક તારો બનીને
આવ દોસ્ત,
એકલતાનો
ભાર
ખંખેરવા.