STORYMIRROR

Nishit Soni

Tragedy

3  

Nishit Soni

Tragedy

એક ઉપવન

એક ઉપવન

1 min
27.7K


જયાં...

વસતું'તું એક ઉપવન

ઉગતા'તા ગુલમ્હોર રાતા રાતા,

ફૂટતો કેસુડો ફાગણે,

પીળા પીળા ગરમાળા,

બારેમાસ બારમાસી,

હતાં ફૂલો રંગબેરંગી

ફૂટતી'તી કૂંપળ હર પળે નવી,

હતી સઘળી મોસમ ગુલાબી.


ત્યાં...

વિસ્તરે છે હવે

પાન વગરના ઝાડ જેવું

સૂકું ભઠ્ઠ

સિમેન્ટનું નગર


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy