એકલતાની વ્યથા
એકલતાની વ્યથા
એકલો છોડી ન જઈશ મુજને,
પ્રેમનું ઉધ્યાન સુકાઈ થશે,
પ્રેમથી કરેલા મધુર મિલનો પણ,
ભૂતકાળની યાદી બની જશે.
પ્રેમથી વહેતો શીતળ સમીર પણ,
વિરહની આગમાં ફેરવાઈ જશે,
મન મંદિરમાં નાચતો મોર પણ,
પાંખો વિનાનો બની જશે.
હૃદયમાં વહેતા પ્રેમના નીર પણ,
વેરાન રણ જેવા બની જશે,
જીવનની ખિલેલી શરદપૂનમ પણ,
અમાવસ્યાની રાત બની જશે.
મદમસ્ત મહેંકતી પ્રેમની વસંત પણ,
પાનખરની જેમ સુકાઈ જશે,
પ્રેમથી વરસતો મેઘ મલ્હાર પણ,
શિવરંજનીના સૂર રેલાવી જશે.
તારી વિના આ જીવન મારું પણ,
અધૂરું અને સૂનકાર બની જશે,
રોકાઈ જા ન તડપાવ "મુરલી"ને,
જીવન તબાહ થતું અટકી જશે.
