STORYMIRROR

ગોહિલ નિલેશ "સ્વર"

Inspirational Tragedy

4  

ગોહિલ નિલેશ "સ્વર"

Inspirational Tragedy

સમયની સતત દોડા દોડી ટળે ના

સમયની સતત દોડા દોડી ટળે ના

1 min
27.7K


સમયની સતત દોડા દોડી ટળે ના,

એ શૈશવ અમારું ફરીથી મળે ના.


પહાડો છે યાદોના વિકરાળ મનમાં,

જરા હળવે પગ મૂકજો ખળભળે ના.


છે પથ્થર બનેલો બરફનો કરી નાખ,

પછી ના કહેતો અહમ્ ઓગળે ના.


બને ત્યાં સુધી બારણેથી વળાવો,

ગરીબાઈ ઘરમાંથી ઝટ નીકળે ના.


આ 'સ્વર' હોય છે તીર જેવો જુઓને,

સરી નીકળ્યો મોંથી પાછો વળે ના.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational