STORYMIRROR

ગોહિલ નિલેશ "સ્વર"

Others

2.5  

ગોહિલ નિલેશ "સ્વર"

Others

પરવા નથી

પરવા નથી

1 min
13.7K


દાઝતાને ઠારવાની કોઈ પરવા નથી,

ને અબોલા ઝાડવાની કોઈ પરવા નથી.


ધ્યાન છોડી મોહમાયામાં સતત લીન છે,

જાત પૂરી પામવાની કોઈ પરવા નથી.


કાળી નાગણ એ તો ઝેરીલી હશે એટલે,

ઝંખનાને થામવાની કોઈ પરવા નથી.


આપતા આપી જ દીધાએક સાથે ઘણાં,

એ વચનને પાળવાની કોઈ પરવા નથી.


લાશને પાણીમાં તરતી જોઈ લીધાં પછી,

'સ્વર' હવે તો ડૂબવાની કોઈ પરવા નથી.


Rate this content
Log in