STORYMIRROR

ગોહિલ નિલેશ "સ્વર"

Others Tragedy

4  

ગોહિલ નિલેશ "સ્વર"

Others Tragedy

આ હંસલો ઊડી જશે

આ હંસલો ઊડી જશે

1 min
14.3K


હા એક દી' ખબર વગર આ હંસલો ઊડી જશે,

રઝળતું સાવ રહેશે ઘર, આ હંસલો ઊડી જશે.


હતું હજુ તો ચાલવું ઘણું અમારે પણ હવે,

અધૂરી રાખી ને સફર આ હંસલો ઊડી જશે.


જો દૂર દૂરથી હુકમ જવાનો આવશે તને,

ન સાંભળે કોઈ જિકર આ હંસલો ઊડી જશે.


હતો ઘણો વખત છતાં જરા ભજનમાં ના ભળ્યો,

હવે કરે છે તું ફિકર આ હંસલો ઊડી જશે?


અગાઉ ભણકો વાગશે ગહન જો સંભળાય તો!

પછી તો તરફડીને 'સ્વર' આ હંસલો ઊડી જશે.


Rate this content
Log in