જાત તારી સાવ રીઢી થૈ ગઈ
જાત તારી સાવ રીઢી થૈ ગઈ
જાત તારી સાવ રીઢી થૈ ગઈ,
પ્રેમની જાણે કપાસી થૈ ગઈ.
ઝંખના સાથે પનારો જ્યા પડ્યો,
જાત આખી ધૂળ ધાણી થૈ ગઈ.
સાંભળે છે પણ ન ઉત્તર કોઈ દે,
આ ઉદાસી કેમ મીંઢી થૈ ગઈ .
વ્હાલ કોઈને નથી કરતાં કદી,
લાગણી એની જ વાસી થૈ ગઈ.
ઢોલને શરણાઈ વગડાવો હવે,
પીડા બાઈ ખૂબ મોટી થૈ ગઈ.
કોણ આવ્યું તું, પગેરું ના મળ્યું,
લીમડાની ડાળ મીઠી થૈ ગઈ.
પ્રેમ મોસમ સાવ બેદરકાર છે,
માવઠામાં જોને હેલી થૈ ગઈ.
