STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

4  

Chaitanya Joshi

Inspirational Others

સાઈઠે પહોંચતાં.

સાઈઠે પહોંચતાં.

1 min
24.7K


હુકમની ભાષા ગઈ બદલાઈ સાઈઠે પહોંચતાં,

મિત્રવત્ વ્યવહાર બસ થાય સાઈઠે પહોંચતાં. 

સલાહ સૂચનને આદેશને દઈ દીધો દેશવટો,

નદી નાવ સંજોગ હવે વર્તાય સાઈઠે પહોંચતાં. 

જૂની પુરાણી વાતો જાણે કે એ દીધી દફનાવી, 

બદલાતા પ્રવાહની ઉચ્ચારાય સાઈઠે પહોંચતાં. 

"ટક ટક " શબ્દ રહ્યો હવે માત્ર ઘડિયાળ કાજે,

પરિસ્થિતિ હસીને સ્વીકારાય સાઈઠે પહોંચતાં. 

જમાનાની તાસીર માટે ખમતલ થવું બસ ઘટે,

પુત્રની શૈશવની વાત ન કરાય સાઈઠે પહોંચતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational