STORYMIRROR

Gunvant Upadhyay

Inspirational Others

4  

Gunvant Upadhyay

Inspirational Others

પણ

પણ

1 min
26.2K


પ્રત્યેક ક્ષણ આવે ને ચાલી જાય પણ;

ક્યારે ય એકે ક્ષણ વળી પકડાય પણ?

કંઈ કેટલા રંગો સમો લાગે સમય;

હરએક રંગે ધારણા બદલાય પણ.

એ કોણ આવી કાનમાં રેડી ગયું?

શબ્દો મઢ્યાં સંગીતને સંભળાય પણ.

સાંપ્રત સમયની સૃષ્ટિ પણ સગવડ મઢી -

તો આપણાથી કંઈ નવું શિખાય પણ.

થંભી જશે જો કાળપક્ષી ઊડતું -

ઘાયલ જટાયુ સમ નહીં ઉડાય પણ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational