વહેલી સવારે
વહેલી સવારે


વહેલી સવારે
દૂરથી સાંભળેલ
કોઈ અજાણ પંખીના
કર્ણપ્રિય કલરવને
તરત જ
પ્રત્યુત્તર પાઠવે
બિલકુલ પોતીકા સ્વરે
બીજું પંખી..
અને
વિવિધ કલરવોથી
ભરાઈ જાય
ગગન- મંડપ
ખિલખિલ ખીલી ઊઠે
પુષ્પો !
પવન પરિમલમાં પલટાઈ જાય પળવિપળમાં !
વૄક્ષો હાથ લંબાવી પસવારે પ્રભાત;
એક પગે પર્ણોની લિપિ આલેખી નૄત્યમાં લીન થઈ જાણે
પ્રાકૄતિક લય-હિલ્લોળમાં !
જ્યારે
સાંસ્કૄતિક પરિવેશ પહેરેલ
આપણે ?