STORYMIRROR

Ekta Doshi

Inspirational Others

4  

Ekta Doshi

Inspirational Others

આજની નારી

આજની નારી

1 min
27.7K


એક હાથમાં મોબાઈલને બીજામાં જવાબદારી,

ફરજ પૂરી કરું બધી પણ મોજ માં રહેનારી,

પ્રેમે ઝુકુ પણ કદી ન હારું હું આજ ની નારી...

સાસુના મહેણાંનો જવાબ ચૂપ રહી આપનારી,

ભૂલો તો પતિ પણ કરે, તેને પરમેશ્વર માનનારી,

પ્રેમે ઝુકુ પણ કદી ન હારું હું આજની નારી …..

સાડી પહેરું હોંશેથી પણ સ્કર્ટને પણ ચાહનારી,

ચૂડી ચાંદલોના કરું પણ પતિનું હિત ચાહનારી,

પ્રેમે ઝુકુ પણ કદીન હારું હું આજ ની નારી …..

મંદિરિયે પૂજન કરું અને ડિસ્કોમાં ય થિરકનારી,

દુઃખને તિલાંજલિ આપી રોજ મોજ કરનારી ,

પ્રેમે ઝુકુ પણ કદી ન હારું હું આજની નારી …..

બાળક સાથે ભણું ફરી,બાળક બની રમનારી,

ભૂલી જગતની પ્રણાલીઓ જીવન જીવનારી,

પ્રેમે ઝુકુ પણ કદી ન હારું હું આજની નારી ….


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational