STORYMIRROR

Ekta Doshi

Inspirational

2  

Ekta Doshi

Inspirational

મિત્રતા

મિત્રતા

1 min
2.9K


થોડાક મિત્રોના નામથી આંખ ભરાઈ જાય છે,
ભૂલવા ઈચ્છું તેમને તોય યાદ આવી જાય છે,

પહેલાં રોજે મળતા, હસતા, રમતા, રડતા.
હવેતો કદીક રસ્તામાં અથડાઈ જાય છે,
મળવા ઇચ્છુ તોય મળી શકતી નથી.

એ આવે નહીં ને હું જઈ શકતી નથી,
હવે તો બસ એ જૂનાં સંસ્મરણો બની જાય છે.

બહુ વ્યસ્ત તેઓ થઈ ગયા અને થોડી હું પણ,
તે જવાબદારીઓમાં અટવાઈ ગયા અને થોડી હું પણ.

સમયનું ચક્ર બદલાતા મિત્રતા ખોવાઈ જાય છે,
લાગણી ઓ કરતા આજે દુનિયાદારી જીતી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational