Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Ekta Doshi

Fantasy


2  

Ekta Doshi

Fantasy


સંબંધ

સંબંધ

1 min 1.2K 1 min 1.2K

શું પૂછો છો... અમારે સંબંધ શું હતો?

આંખોનો એ હતો સંબંધ,

જે નજરભર નીરખી ન શકી…

જે મળી ન શકી તેવી નજરોનો સંબંધ.

લાગણીનો હતો સંબંધ,

જે એનાથી સમજાઈ ન શકી,

જે મળી ન મને તેવી લાગણીનો સંબંધ.

વાયદા રહિત સંબંધ,

જે એણે કર્યા ના; ન હું કરી શકી,

જે અપાયાં નહિ તેવાં વચનોનો સંબંધ.

યાદોનો એ હતો સંબંધ,

જે યાદ હું ભૂલાવી પણ ન શકી,

જે એને ન આવી, તેવી યાદોનો સંબંધ .

ફૂલોનો એ હતો સંબંધ,

જે ફૂલને હું સ્પર્શી પણ ન શકી,

જે એને ન ગમ્યા તેવા ફૂલોનો સંબંધ.

સુગંધ ભર્યો એ સંબંધ,

જે સુગંધ મહેકીય ન શકી,

જે પ્રસરી નહિ તેવી સુગંધનો સંબંધ.

સ્વપ્નનો એ હતો સંબંધ,

જે સ્વપ્ન હું કલ્પી તો શકી,

જે પામી ન શકાયું તે સપનાનો સંબંધ .

એ તો મારી કલ્પનાનો સંબંધ હતો ,

બસ મારા તરંગોનો સંબંધ હતો,

મારા સિવાય કોઈ નહોતું,

મનને મનાવવાનો સંબંધ હતો.


Rate this content
Log in

More gujarati poem from Ekta Doshi

Similar gujarati poem from Fantasy