શોધું છું
શોધું છું
ભૂલા પડેલા ઉપવનમાં, મારગ ઘરનો શોધું છું,
સાગરને ભળેલી નદીનો, પ્રથમ વિસામો શોધું છું,
વાસંતી પર્વમાં ખીલેલા વનમાં, એક સફેદ પુષ્પ ગોતું છું,
મારગ ભટકેલ મુસાફર બની, સહાયક ભોમિયો શોધું છું,
ઘર પણ મળશે, વિસામો પણ જડશે ,
પુષ્પ મહેકશે અને ભોમિયો પણ હાથ ઝાલશે,
પણ,
મકાન થયેલું ઘર તારી છાપ છોડશે,
ભાળેલા વિસામામાં તારો સાથ ઝંખાશે,
વાસંતી એ વાયરો તારી યાદ આપશે,
ભોમિયા એ બતાવેલા માર્ગમાં શું તારી ભાળ મળશે ?

