STORYMIRROR

Kausumi Nanavati

Inspirational Romance

5.0  

Kausumi Nanavati

Inspirational Romance

અતૂટ લાગણી

અતૂટ લાગણી

1 min
28.4K


અનોખા સંબંધની માળા ગૂંથાય,

જ્યાં માત્ર ને માત્ર તુ જ દેખાય.


મૂંઝવણમાં તારી જીવ મારો મૂંજાય,

ખુશીમાં તારી હોઠ મારા મરકાય.


ચિંતામાં તારી હૈયું મારું ગભરાય,

મુશ્કેલી તારી આંખો મારી ભીંજાય.


અંતરના અરીસે ચહેરો તારો દેખાય,

ધબકારે ધબકારે અવાજ તારો સંભળાય.


પલકારે પલકારે હાજરી તારી પરખાય,

શ્વાસે શ્વાસે અતૂટ લાગણી બંધાય.


અતૂટ લાગણીનું બંધન અનેરુ બંધાય,

જેમાં માત્ર ને માત્ર તું જ સમાય...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational