ઝરુખો
ઝરુખો


એ ઝરુખે નજર માંડું છું,
જ્યાં વિતેલા દિવસોને શોધું છું.
જડે એક ક્ષણ ને નજર માંડુ છું,
ને વિતેલા દિવસોને શોધું છું.
સાદ હજુ પણ યાદો નો સાંભરી છું,
બસ વિતેલા દિવસોને શોધું છું.
અકબંધ છે સંભારણાનું પોટલું
વળી એમાં વિતેલા દિવસોને શોધું છું.
નીકળે વાત અચાનક આંખ પલાળુ છું,
ટપકતા ટીપામાં વિતેલા દિવસોને શોધું છું.
વિતેલી પળોનું ચલચિત્ર માણું છું,
એ સ્મિતમાં વિતેલા દિવસોને શોધું છું.
મનના ઝરુખામાં કરું જો અંદર ડોકિયું,
અઢળક સ્મરણો વાગોળી છું.
ચહેરા પર સ્મિત સાથે ખજાનો ભાળુ,
પછી શીદ ને વિતેલા દિવસોને શોધું છું ?