આશા
આશા


લાગે આકાશ રુડું ચમકતું ને
ચાંદની ચકોર ઝંખતું ને
છલકાતું આંખોથી પાણી સરીખું એ
જરી ખોબો પામવા વળી મથતું એ
લાગણીની ભીનાશનું સરનામું એ
વળી અટકી રહેતું હૈયે ચડી આભલે
ચાલતી ગડમથલ અનેક વચ્ચે
બસ સંબંધો સાચવતુ એ
વાદળું નાનું અમથું આશા નું એ
ને સ્નેહ ને વળી જાળવતુ એ