જીવન ખૂબ જ ખાસ છે..
જીવન ખૂબ જ ખાસ છે..


સો વાતની એક વાત છે,
મને તો સંપૂર્ણ વિશ્વાસ છે,
જેવું છે તેવું જ પણ સાહેબ!
આ જીવન ખૂબ જ ખાસ છે....
ધૂપ વચ્ચે ક્યાંક છાવ છે,
અહીં પાનખર પત્યે બહાર છે,
મુઠ્ઠી રાઈના ઢગલા જેવું પણ,
આ જીવન ખૂબ જ ખાસ છે...
સફળતાઓ શિખર જેવી,
નિષ્ફળતા ઊંડી ખાણ છે,
ચપટી મીઠાની મીઠાશ જેવું પણ,
આ જીવન ખૂબ જ ખાસ છે...
પરિસ્થિતિઓને માન છે,
માણસ બિચારો લાચાર છે,
રણમાંઘૂઘવતા સાગર જેવું પણ,
આ જીવન ખૂબ જ ખાસ છે...
પૈસાની બધી જંજાળ છે,
મોજશોખની માયાજાળ છે,
જળ વિનાના મૃગજળ જેવું પણ,
આ જીવન ખૂબ જ ખાસ છે...
સાંત્વનાઓ ખૂબ મળે,
વેદના પણ જીવનનો ભાગ છે,
ઉત્તર દખણના મિલન જેવું પણ,
આ જીવન ખૂબ જ ખાસ છે.
રોજ નવી મુશ્કેલીઓ,
પળ પળ નવાં પડકાર છે,
સાથ વિનાની સોબત જેવું પણ,
આ જીવન ખૂબ જ ખાસ છે...