મીઠો ટહુકો
મીઠો ટહુકો
પાંચ વારનું પાનેતર ને કમખે ચીતર્યા મોર ...
કે હાલું હળવે હળવે ......
મહિયરિયામાં મીઠો ટહુકો .. મીઠો ટહુકો ... મીઠો ટહુકો ...
મીઠે ટહુકે હરતી - ફરતી
ઘર આંગણમાં ફરી ,
સૈયર હારે કૂવા કાંઠે
બેડે પાણી ભરી ,
સોળ વરસનાં વાણાં વાયાં ભીતરમાં કલશોર કે .....
કે હાલું હળવે હળવે ......
ઘમઘમ કરતી વેલું આવી ... વેલું આવી ... વેલું આવી ....
વેલું હારે ભીની પાંપણ
પાધર જ
ઈને દડી,
ઝમરખ દિવડે ઝાકળભીનું
ફુલ ગયું છે ઢળી ,
કમખે ટાંગી ઘૂઘરિયુંમાં મીઠો મીઠો શોર .......
કે હાલું હળવે હળવે ......
અજવાળે કાંઈ ઝાકળ હેલી ... ઝાકળ હેલી ... ઝાકળ હેલી ..
ઝાકળના એ ટીપાંમાં
હું તારલિયા ને દેખું ,
એ નાનકડા બુંદ વચાળે
હરિ જોઈને હરખું ,
પાનેતરમાં રંગ રંગની ભાત્યું ચારે કોર .....
કે હાલું હળવે હળવે .....