ગીત - ' લાગણીનો છોડ '
ગીત - ' લાગણીનો છોડ '
હું તો વહેચું છું પ્રેમભર્યા લાગણીના છોડ
તું લાગણીના છોડવાને મચડીને તોડ ,
મારે શું કરવું બોલ .....
મેં તો જલતી રાખી છે બધે વ્હાલપની જ્યોત
તારે અજવાળે અંધારું થાવાની દોડ
મારે શું કરવું બોલ .....
રોજ રોજ ભાણામાં પીરસું હું હેત
એને હડસેલો મારીને ખા
શાંતિથી શમણાંઓ આવ્યા તે સેવી લે નહિતર ધક્કો છે જા
આભાલેથી સપનાઓ શણગારી આપું
તને સુક્કુભઠ્ઠ ઉગવાના કોડ ...
મારે શું કરવું બોલ .....
ફુલોના રસ્તાઓ ઠેકી ઠેકીને તને કાંટામાં ફરવાની ટેવ
ઝગમગતા દીવડાઓ આરતીમાં શોભે તને ચૂંદડીમાં મુકવાની ટેવ
સ્મિતભર્યા શબ્દોને વ્હાલથી વધાવું
તું દોરીની માફક એ શબ્દો મરોડ..
મારે શું કરવું બોલ .....