રહેશે
રહેશે
બહારો ખીલતી રહેશે,
હવાઓ સુંઘતી રહેશે.
ફજાઓ ચુભતી રહેશે,
નિગાહો જુમતી રહેશે.
ગરજતી વાદળી સંગે,
ઘટાઓ ગુંજતી રહેશે.
તરંગે મન ચડી જાશે,
ઉમંગો ડૂબતી રહેશે.
કદમ હો ડગ મગેલાંપણ,
જવાની જુમતી રહેશે.
થયેલા પાપ ધોવાની,
હકિકત ભુલતી રહેશે.
મળેલી બેબસી સામે,
હયાતો ઘુલતી રહેશે.