STORYMIRROR

Masum Modasvi

Drama Thriller

3  

Masum Modasvi

Drama Thriller

મૌન જેવું બસ હવે વર્તાય છે

મૌન જેવું બસ હવે વર્તાય છે

1 min
14.3K


મૌન જેવું બસ હવે વર્તાય છે,

બે શબદ ક્યાં બોલવાના થાય છે,


અંતરે પલતી વફાની આરજુ,

રુહ કિંતૂ દરબદર ભટકાય છે,


આંખડી દીદાર ની પ્યાસી બની,

ચાહ ભીની ભાવના છલકાય છે,


ભીતરે રાચે મિલન ની ચાહના,

દુર થી મનમાં હજું મલકાય છે,


પગ રવોની રણઝણાહટ ગુંજતી,

ને નજર થી ના કશું દેખાય છે,


આયખું જેના ભરોસે રાચતું,

એજ વાતે મન ભલું રીબાય છે,


સાથ માસૂમ પામવા આશા રહી,

પણ જગત માં ક્યાં ચહેલું થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama