કોઇ મળતું ના અહીં જિંદા હવે
કોઇ મળતું ના અહીં જિંદા હવે
1 min
13.4K
જિંદગીથી ભાગતા બંદા હવે,
જીવવાને ચાલતાં ચંદા હવે.
હાથને સામે પસારી રાખતાં,
લાગ જોઈ મારતા ફંદા હવે.
હાથ લાગેલું કદી ના છોડતાં,
છે વિચારે કેટલાં ગંદા હવે.
બે કદમ પર ચાલતાં હાંફી જતાં,
થઇ ગયેલાં તન બધા ઠંડા હવે.
આંખમા રમતાં નશાનાં કામણો,
ખેલ ખેલી જાણતાં ગંદા હવે.
હર તરફ માસૂમ તમાશા ચાલતાં,
કોઇ મળતું ના અહીં જિંદા હવે.