STORYMIRROR

Masum Modasvi

Others Romance

3  

Masum Modasvi

Others Romance

મળેલા ઘાવ

મળેલા ઘાવ

1 min
28.4K


કીધી મળેલા ઘાવની આશા અરજ નથી,

મળવા પણામાં ભેદની રાખી ગરજ નથી.


દુરી વધારી આપતી ઘટના સતત ઘટે,

કિંતૂ સમયની તાણમાં મળવું સહજ નથી.


જાણી હ્રદયની વેદના જીણી નજર થકી,

મળતા વિચારે જિંદગી ધરવી ફરજ નથી.


વેઠી રહેલાં કેટલાં ઘાવો પ્રણય તણા,

સામા પડીને જીવવા જેવી સમજ નથી.


હૈયે વસેલાં નામની જાગી તડપ છતાં,

નાડી દબાવી રાખવા મથતું મરજ નથી.


રમતું થયેલું નામનું સપનું હરખ ધરી,

પામી જવાની ખેલના કરવી સહજ નથી.


ભીના ખયાલે રાચતી હસ્તી નરમ બની,

માસૂમ વધેલાં શ્વાસની ઘટતી ખરજ નથી.


Rate this content
Log in