STORYMIRROR

Masum Modasvi

Others Romance

3  

Masum Modasvi

Others Romance

કદમ કદમ

કદમ કદમ

1 min
27.8K


ભીતર વફાની લાગણી જાગે કદમ કદમ,

જીવી જવાનું આકરું લાગે કદમ કદમ.


ટોળે વળીને દેખતાં લોકો બનાવને,

ઘટતા બનાવે રાહથી ભાગે કદમ કદમ.


સપના મળેલાં માતમી પરવા ઘણી મગર,

હેતે ભરેલી ભાવના માંગે કદમ કદમ.


તડપી રહેલાં રોજના ઘાવો સહન કરી,

ભરતાં રહ્યાં છે માનથી આગે કદમ કદમ.


જીવન સવાયું જીવવા માનવ થમા મથે,

દોરી રહેલી સ્નેહના ધાગે કદમ કદમ.


સમજી શકાયા ના કદી નોખા નવા વલણ,

કડવા કહેલાં વેણતો વાગે કદમ કદમ.


માસૂમ ઢળેલાં ઢાળમાં સરતા રહ્યાં સતત,

હસ્તી મળેલાં ઘાવને દાગે કદમ કદમ.


Rate this content
Log in