ભાવ ખાતી રહી જિંદગી
ભાવ ખાતી રહી જિંદગી
1 min
26K
વિખુટી પડી ગઇ સમયની કડી,
નિગાહો દરશ કાજ કાયમ રડી.
વિસારી જવાના પ્રયાસો છતાં,
મગર યાદ આવી સતાવે ઘણી.
પ્રણયના તકાજા વધેલાં હતાં,
ઉમળકા રહ્યાં બસ ઘડી બે ઘડી.
તમારા ભરોસે ચલીને સદા,
અમે ભોગવી છે સજા આકરી.
નવા તાર બજતા થયાં હર તરફ,
કસોટી હમેશા રહી આખરી.
રહ્યાં દુર પાસે રહીને તમે,
ઉમીદો કરીબી હ્રદયની રહી.
હવે કોણ માસૂમ ઉતારે નજર,
બહું ભાવ ખાતી રહી જિંદગી.

