STORYMIRROR

Masum Modasvi

Others Romance

3  

Masum Modasvi

Others Romance

આંખે જાગેલાં લાગતાં સપના

આંખે જાગેલાં લાગતાં સપના

1 min
26.9K


આંખે જાગેલાં લાગતાં સપના હજાર પણ,

ચ્હેરે ચમકતી સુરતે હસતી બહાર પણ.


નોખા અનોખા લાગતાં આમે સહુ મહીં,

અળગો પડેલો લાગતો ચહેરે નિખાર પણ.


કરતાં નજરના કામણો રુપો નવા ધરી,

જોતી હયાતે આંખડી થઇ બે કરાર પણ.


ભીના હ્રદયને ઠારતું કામણ ચલી રહ્યું ,

આવી મળેતો જીવને લાધે ખુમાર પણ.


માસૂમ પ્રણયની ચાહમાં જીવી રહ્યાં મગર,

તેના વિરહમાં જિંદગી શોધે દયાર પણ.


Rate this content
Log in