Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

હવે જીવન ફરી ફરી

હવે જીવન ફરી ફરી

1 min
7.1K


ભરતાં સમયની તાલમાં પગલાં ગણી ગણી,

જોતા સરીને ધ્યાનમાં પાછળ વળી વળી.


મળવા મથેલાં કેટલું મનના લગાવ પર,

ખોળી વળેલાં સ્નેહના ભાવો ગલી ગલી.


લાંબા સફરના સાથની આશા રહી મગર,

અળગા પડીને જીવતાં બંદા મરી મરી.


હૈયું ભરીને દેખવા તરસી રહી નજર,

આવો હવે તો બાગની મ્હેકી કલી કલી.


ખોટા પડીને રીબતાં માનવ સહજ બની,

ભીતર સદાએ રાખતાં આશા ભરી ભરી.


વાંકી પડેલી વાતના પડઘા શમે નહીં,

નિરખી રહેલી આંખ તો હીતો ધરી ધરી.


માસૂમ દબાવી રાખતી માયા જગત તણી,

મળશે કદીયે ક્યાં હવે જીવન ફરી ફરી.


Rate this content
Log in