STORYMIRROR

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

ભાવના છુટી નહીં લગાર

ભાવના છુટી નહીં લગાર

1 min
26.7K


જાગી નિગાહો દેખતી પ્રસરી રહી સવાર,

જોવા મળી છે આજની રંગો ભરી બહાર.


આંધી ચડેલી જોઇને પગલાં ડગી જતાં ,

સામે કિનારે કેટલાં ચલતા રહ્યાં પ્રહાર.


સૌમા ભળીને જીવવા રાખી ઘણી ઉમીદ,

કિંતૂ જગતના વારના સદમાં સહ્યાં અપાર.


પાડી જમાને રાહની અઘરી લકીર પણ,

હસતી રહીછે જિંદગી ભીતર ધરી ખુમાર.


ટોળે વળેલાં લોકની ટીકા સખત છતાં,

માસૂમ હ્રદયની ભાવના છુટી નહીં લગાર


Rate this content
Log in